Source: 
Divya Bhaskar
Author: 
City: 

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષપલટા અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો સાથે રાજકીય પાર્ટીઓ જીત મેળવવા માટે પોતાનું તમામ બળ લગાવી રહી છે. આ દરમિયાન ચૂંટણી સુધારાની તરફેણ કરનાર સમૂહ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો રિપોર્ટ જાહેર થયો છે, જેમાં નાણાકીય વર્ષ 2019-20માં ભાજપે પોતાની સંપત્તિ 4847 કરોડ રૂપિયા જાહેર થયાનો ખુલાસો થયો છે. આ દેશની તમામ રાજકીય પાર્ટીઓમાં સૌથી વધારે છે અને રાષ્ટ્રીય પાર્ટીઓની કુલ સંપત્તિના 70% છે.

સાત રાષ્ટ્રીય પાર્ટીઓની કુલ સંપત્તિ 6998.57 કરોડ રૂપિયા જાહેર કરી હતી. 698.33 કરોડ રૂપિયા સંપત્તિ સાથે બહુજન સમાજ પાર્ટી બીજા નંબરે અને ત્રીજા સ્થાને કોંગ્રેસ 588.16 કરોડ સાથે રહી. દેશમાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેલી પાર્ટી કોંગ્રેસની સંપત્તિ માત્ર 8.42% છે, પરંતુ દેવાના મામલે 49.55 કરોડ રૂપિયા સાથે પાર્ટી પહેલા નંબરે છે.

  • રાષ્ટ્રીય પાર્ટીઓએ જાહેર કરેલી સંપત્તિમાં સૌથી મોટો હિસ્સો 4331.08 કરોડનો હિસ્સો માત્ર ફિક્સ્ડ ડિપોઝિટ/થાપણનો
  • જેમાં કેન્દ્રમાં સત્તાધારી ભાજપે 3253 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ તેમની કુલ સંપત્તિના 67.10 ટકા જેટલો છે.
ભાજપની સંપત્તિનો સૌથી વધુ 67% હિસ્સો ફિક્સ્ડ ડિપોઝિટ/થાપણમાં
રાષ્ટ્રીય પાર્ટીઓએ જાહેર કરેલી સંપત્તિમાં સૌથી મોટો હિસ્સો 4331.08 કરોડનો હિસ્સો માત્ર ફિક્સ્ડ ડિપોઝિટ/થાપણનો છે. જેમાં કેન્દ્રમાં સત્તાધારી ભાજપે 3253 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ તેમની કુલ સંપત્તિના 67.10 ટકા જેટલો છે. ભાજપ અને બસપાએ રોકાણમાં કંઈ જ રકમ દર્શાવી નથી જ્યારે કોંગ્રેસે 2.398 કરોડ રૂપિયા જાહેર કર્યા છે અને 240.90 કરોડ ફિક્સ્ડ ડિપોઝિટ/થાપણ જાહેર કરી છે. અન્ય પ્રાદેશિક પક્ષોમાં સપાએ 434.219 કરોડ, ટીઆરએસે 256.01 કરોડ, અન્નાદ્રમુકે 246.90 કરોડ, દ્રમુકે 162.425 કરોડ, શિવસેનાએ 148.46 કરોડ અને બીજૂ જનતા દળે 118.425 કરોડ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ/થાપણની સંપત્તિ જાહેર કરી છે.

કોંગ્રેસના માથે 49.55 કરોડનું દેવું, ભાજપ ત્રીજા નંબરે

પાર્ટીનું નામ

કુલ દેવું (રૂપિયામાં)

કોંગ્રેસ 49.55 કરોડ
એઆઇટીસી 11.32 કરોડ
ભાજપ 8.81 કરોડ
સીપીએમ 3.20 કરોડ
એનસીપી 0.749 કરોડ
સીપીઆઇ 0.642 કરોડ
બસપા 0.00 કરોડ
કુલ 74.27 કરોડ

44 પ્રાદેશિક પક્ષોની કુલ સંપત્તિમાં ટૉપ 10ની હિસ્સેદારી 95 ટકાથી વધુ

44 પ્રાદેશિક પક્ષોએ 2129.38 કરોડ સંપત્તિ જાહેર કરી છે તેમાં ટૉપ 10 પાર્ટીઓની કુલ સંપત્તિ 2028.715 કરોડ એટલે કે 95.27% છે. જેમાં સૌથી વધુ સંપત્તિ સપાની 563 કરોડ (26.46%) છે.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method