Source
GSTV
https://www.gstv.in/167-criminals-candidature-for-the-first-phase-of-gujarat-elections-gujarati-news/
City
Gandhinagar
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે રિપોર્ટમાં ઉમેદવારોનો ગુનાહિત ઈતિહાસ અને ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તેમજ મિલકતનો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોંગદનામાનું વિશ્લેષણ કરતા સામે આવ્યું કે, 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો 21 ટકા ગુનાઓ ધરાવે છે. જ્યારે 167 ઉમેદવારોમાંથી 100 ઉમેદવોરો ગંભીર ગુનાઓ ધરાવે છે. વર્ષ 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવાર 15 ટકા ગુનાહિત ઈતિહાસ ધરાવતા હતા. મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર પર એક નજર કરીએ તો કુલ 9 મહિલા ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે.
પક્ષ પ્રમાણે ઉમેદવારોમાંથી ગુનેગાર
- Aap ના 88 ઉમેદવારો માંથી 32 ઉમેદવારો (36 ટકા) સામે ગુના દાખલ
- કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 31 (35 ટકા) સામે ગુના દાખલ
- ભાજપના 89 ઉમેદવારો માંથી 14 ઉમેદવાર (16 ટકા) સામે ગુના દાખલ
- Btp ના 14 ઉમેદવારોમાંથી 4 ઉમેદવાર(29ટકા) ઉમેદવાર સામે ગુના દાખલ
પક્ષ પ્રમાણે ગંભીર ગુનાવાળા ઉમેદવારો
- AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%) સામે ગંભીર ગુનાઓ દાખલ
- કોંગ્રેસના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%), સામે ગંભીર ગુનાઓ
- BJP ના 89 11 (12%) અને BTP ના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે.
મર્ડર ને લગતા ગુનાઓ – 3
- મહિલાઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે,
- જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે.
- 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે,એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે.
- 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી