Source: 
News18 Gujarati
https://gujarati.news18.com/news/ahmedabad/gujarat-election-first-phase-candidates-asset-education-crime-debt-kp-1289188.html
Date: 
24.11.2022
City: 
Ahmedabad

Gujarat Election first phase candidates: પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017માં એ 2.16 કરોડ હતી. સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે, BJPના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એડીઆર (ADR) દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો કર્યો છે. જેમાં વિધાનસભા 2022 ચૂંટણીના પ્રથમ તબકકાના ઉમેદવારોના લેખા જોખા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા આ રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસનો રિપોર્ટ સામે આવ્યો છે. સાથે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતનો રિપોર્ટ પણ જાહેર કરાયો છે.

પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ

  •  788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે.
  • 67 ઉમેદવારમાંથી 100  (13 ટકા) સામે ગંભીર ગુનાઓ
  • 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવાર માંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. જ્યારે 2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા.
  • 2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ
  • 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે.
  • 2.88 કરોડ ઉમેદવારોની સરેરાશ મિલકત

ગંભીર ગુનાવાળા ઉમેદવારો (પક્ષવાર):

  • AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%)
  • INC ના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%)
  • BJP ના 89 11 (12%)
  • BTP ના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે.

    મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર. કુલ 9 ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે.

    મર્ડર ને લગતા ગુનાઓ – 3 ઉમેદવારો સામે IPC -302 મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે,

    જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે. તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે.

    25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણથી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. 2017માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી.

    પક્ષ પ્રમાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર પર એક નજર કરીએ.


    Aapના 88 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો (36 ટકા) સામે ગુના દાખલ છે.  કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 31 (35 ટકા) સામે ગુના દાખલ છે. જ્યારે ભાજપના 89 ઉમેદવારોમાંથી 14 ઉમેદવાર (16 ટકા) સામે ગુના દાખલ છે. બીટીપીના 14 ઉમેદવારોમાંથી 4 ઉમેદવાર(29ટકા) સામે ગુના દાખલ છે.

    પક્ષપ્રમાણે ઉમેદવારોની સંપત્તિ જોઈએ.


    મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે.

    મુખ્ય પક્ષોની વાત કરીએ તો, BJP ના 89 ઉમેદવારોમાંથી 79 (98 ટકા ) કરોડપત્તિ છે.  જ્યારે INE ના 89 ઉમેદવારોમાંથી 65 (73 ટકા ) કરોડપતિ છે.  AAP ના 88 ઉમેદવારોમાંથી 33 (38%) ટકા ઉમેદવાર કરોડ ઉપર સંપત્તિ ધરાવે છે.

    સરેરાશ મિલકત જોઈએ.


    પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017માં એ 2.16 કરોડ હતી. સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે, BJPના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે.  જ્યારે INC ના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ, AAP ના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ છે. જ્યારે ભારતીય ટ્રાઇયબલ પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત 23.39 કરોડ છે.

    જો ઉમેદવાર પ્રમાણે સંપત્તિ પર નજર કરીએ.


    પ્રથમ તબક્કામાં 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું.
    પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે.

    • જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ 97 કરોડ મિલકત છે.
    • દ્વારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે 115 કરોડની કુલ મિલકત
    • પારડીના ભાજપ ઉમેદવાર કનું દેસાઈ પાસે 10 કરોડથી વધુની મિલકત
    • રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ 175 કરોડની મિલકત
    • કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાસે 162 કરોડની મિલકત
    • જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની 130 કરોડની મિલકત


    ઝીરો મિલકતવાળા ઉમેદવારો

    • બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીત પાસે કુલ મિલકત 1000 રૂપિયા
    • ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે 3000 રૂપિયા મિલકત

    સૌથી વધુ દેવાદાર ઉમેદવારો

    • રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ
    • કચ્છ ના રાપરના કોંગ્રેસ ઉમેદવાર બચુ અરેઠીયા
    • સોમનાથ જિલ્લાની ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલ વાળા

    પ્રથમ તબક્કામાં 719 પુરુષ સામે 69 મહિલાઓ મેદાનમાં


    પાન કાર્ડ અંગેની વિગતો.


    • 788 ઉમેદવારોમાંથી 375%) ઉમેદવારોએ પાન નંબર જાહેર કરેલ નથી.


    શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ.

    • 492 (52%) ઉમેદવારોએ તેમના સોગંદનામાંમાં જાહેર કર્યું છે, કે તેમનું શિક્ષણ 5થી 12 સુધી નું છે.
    • જ્યારે 185 (23%) ઉમેદવારો ગ્રેજ્યુએટ છે.
    • 21 ઉમેદવારો ડિપ્લોમા હોલ્ડર છે.
    • 53 ઉમેદવારોને માત્ર લખતા વાંચતાં આવડે છે,
    •  37 ઉમેદવારોએ તેઓ નિરક્ષર છે. તેવું જાહેર કર્યું છે.

    ઉમેદવારોની વિગતો ઉંમર પ્રમાણે જોઈએ

    277 (35%) ઉમેદવારો 25 થી 40 ઉમર સુધી ના છે.
    431(55%) ઉમેદવારો 41 થી 60 સુધી ના છે.
    79(10%) ઉમેદવારો 61 થી 80 વચ્ચે ઉંમર ધરાવે છે.
    જ્યારે 1 ઉમેદવાર 80 વર્ષથી ઉપરના છે.

    ઉમેદવારોમાં મહિલાઓની ભાગીદારી જોઈએ.

    કુલ 788 ઉમેદવારોમાં 69(9%) મહિલા ઉમેદવારો પ્રથમ તબક્કામાં ચૂંટણી લડશે. 2017 માં કુલ 923 પૈકી 57 (6%) મહિલા ઉમેદવારો હતા.


    © Association for Democratic Reforms
    Privacy And Terms Of Use
    Donation Payment Method