Skip to main content
Source
VTV Gujarati
https://www.vtvgujarati.com/news-details/election-donations-declared-by-bjp-are-five-times-more-than-donations-of-other-parties
Author
TEAM VTV
Date

Electoral Donation ADR Latest News: ચૂંટણી અને રાજકીય સુધારા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના એક અહેવાલમાં આંકડા રજૂ કર્યા, ભાજપને 2022-23માં અંદાજે રૂ. 720 કરોડનું ચૂંટણીલક્ષી દાન મળ્યું

  • ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી દાન અન્ય પક્ષોના દાન કરતાં પાંચ ગણું વધુ 
  • ભાજપને 2022-23માં અંદાજે રૂ. 720 કરોડનું ચૂંટણીલક્ષી દાન મળ્યું 
  • એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના એક અહેવાલમાં આંકડા રજૂ કર્યા 

Electoral Donation ADR : દેશમાં લોકસભા ચુંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે. દરેક રાજકીય પક્ષો હાલ ચૂંટણીને લઈ કવાયતમાં લાગ્યા છે. આ બધાની વચ્ચે સામે આવ્યું છે કે, ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી દાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને CPIM દ્વારા સમાન સમયગાળા (નાણાકીય વર્ષ 2022-23) માટે જાહેર કરાયેલા કુલ દાન કરતાં પાંચ ગણું વધુ છે. નોંધનિય છે કે, NPP ઉત્તર-પૂર્વમાં એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.

ભાજપને 2022-23માં અંદાજે રૂ. 720 કરોડનું ચૂંટણીલક્ષી દાન મળ્યું હતું. આ આંકડો અન્ય ચાર રાષ્ટ્રીય પક્ષો-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPIM અને નેશનલ પીપલ્સ પાર્ટી દ્વારા પ્રાપ્ત કુલ ચૂંટણી દાન કરતાં પાંચ ગણો વધુ છે. ચૂંટણી અને રાજકીય સુધારા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ તેના એક અહેવાલમાં ઉપરોક્ત આંકડા રજૂ કર્યા છે. 

  1. ADR મુજબ નાણાકીય વર્ષ 2022-23માં રાષ્ટ્રીય પક્ષોને કુલ 12,167 દાન (રૂ. 20,000 થી વધુ) રૂ. 850.438 કરોડના મૂલ્યના મળ્યા. 
  2. દેશની છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી, બહુજન સમાજ પાર્ટી (BSP), એ જાહેરાત કરી કે તેને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન મળ્યું નથી. 
  3. ચૂંટણી પંચમાં નોંધાયેલ રાજકીય પક્ષ માટે નાણાકીય વર્ષમાં તેના દ્વારા પ્રાપ્ત થયેલ રૂ.20,000 થી વધુનું ચૂંટણી દાન જાહેર કરવું ફરજિયાત છે. 
  4. ભાજપે કહ્યું કે,તેને 7,945 દાનમાંથી રૂ.719.858 કરોડ મળ્યા છે. કોંગ્રેસ અનુસાર તેને 894 દાનમાંથી રૂ.79.924 કરોડ મળ્યા છે. 
  5. ભાજપ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી દાન કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને CPIM દ્વારા સમાન સમયગાળા (નાણાકીય વર્ષ 2022-23) માટે જાહેર કરાયેલ કુલ દાન કરતાં પાંચ ગણું વધુ છે. તમને જણાવી દઈએ કે NPP ઉત્તર-પૂર્વમાં એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. 
  6. એડીઆરએ તેના અહેવાલમાં એમ પણ જણાવ્યું છે કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂ.276.202 કરોડનું દાન મળ્યું છે, ત્યારબાદ ગુજરાતમાંથી રૂ.160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂ.96.273 કરોડ મળ્યા છે. 
  7. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં રૂ.91.701 કરોડનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 12.09 ટકા વધુ છે. 
  8. ADR મુજબ, ભાજપને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન રૂ.614.626 કરોડનું ચૂંટણી દાન મળ્યું હતું, જે નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વધીને રૂ.719.858 કરોડ થયું હતું. આમ ગત વખત કરતાં આ વખતે 17.12 ટકા વધુ દાન મળ્યું છે. 
  9. જોકે નાણાકીય વર્ષ 2019-20ની તુલનામાં નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન પાર્ટીના દાનમાં 41.49 ટકાનો ઘટાડો થયો હતો. કોંગ્રેસ દ્વારા પ્રાપ્ત દાન નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન રૂ.95.459 કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રૂ.79.924 કરોડ થયું – 16.27 ટકાનો ઘટાડો. 
  10. ADR મુજબ, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2021-22 વચ્ચે કોંગ્રેસના ચૂંટણી દાનમાં 28.09 ટકાનો વધારો થયો હતો. ADR અનુસાર, ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં, આ વખતે CPI (M)ને મળેલા ચૂંટણી દાનમાં 39.56 ટકા (રૂ.3.978 કરોડ) અને આમ આદમી પાર્ટીને મળેલા દાનમાં 2.99 ટકા (રૂ.1.143 કરોડ)નો ઘટાડો થયો છે.

abc