Source: 
Author: 
Date: 
09.07.2019
City: 

- એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનો અહેવાલ

- આ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસને કંપનીઓ પાસેથી રૂ. 55 કરોડનું દાન

નવી દિલ્હી, તા. 9 જુલાઇ, 2019, મંગળવાર

ભાજપે વિભિન્ન કોર્પોરેટ અને બિઝનેસ જૂથો પાસેથી ૨૦૧૬થી ૨૦૧૮ દરમિયાન ૯૧૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન કોંગ્રેસને કંપનીઓ પાસેથી ૫૫ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે જણાવ્યું છે. 

એડીઆરના અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન છ રાષ્ટ્રીય પક્ષોને બિઝનેસ જૂથો પાસેથી કુલ ૧૦૦૦ કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. જેમાંથી ૯૮૫ કરોડ રૂપિયા એટલે કે ૯૩ ટકા રકમ કોર્પોરેટ દાનવીરોએ આપી હતી.આ છ રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ, કોંગ્રેસ, એનસીપી, તૃણમુલ કોંગ્રેસ, સીપીઆઇ અને સીપીઆઇ(એમ)નો સમાવેશ થાય છે. 

ભાજપને ૯૧૫ કરોડ રૂપિયા ૧૭૩૧ કોર્પોરેટ ડોનેરો પાસેથી મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસને ૫૫ કરોડ રૂપિયા ૧૫૧ કોર્પોરેટ ડોનરો પાસેથી મળ્યા હતાં. ભાજપને કોર્પોરેટ ડોનર પાસેથી મળેલા ૯૧૫ કરોડ રૂપિયા પક્ષને મળેલ કુલ દાનની રકમના ૯૪ ટકા થાય છે.

કોંગ્રેસને કોર્પોરેટ ડોનર પાસેથી મળેલા ૫૫ કરોડ રૂપિયા પક્ષને મળેલ કુલ દાનની રકમના ૮૧ ટકા થાય છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(સીપીઆઇ)ને સૌથી ઓેછો કોર્પોરેટ દાન મળ્યું છે. સીપીઆઇને સાત લાખ રૂપિયામાંથી ચાર લાખ રૂપિયા કોર્પોરેટ ડોનરો પાસેથી દાન મળ્યું હતું. 

રિયલ એસ્ટેટ સેક્ટરે નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં ૪૮૮.૪૨ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જ્યારે ૨૦૧૭-૧૮માં મેન્યુફેકચરિંગ સેક્ટરે ૭૪.૭૪૪ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતા તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ બ્રાયને જણાવ્યું છે કે ભાજપ સૌથી ભ્રષ્ટ પાર્ટી છે. ભાજપની આવક ૮૧ ટકા વધી ગઇ છે. ૭૫ ટકા ઇલેક્ટોરલ બોન્ડ ભાજપને મળ્યા છે.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method