Skip to main content
Source
Gujarat Samachar
https://www.gujaratsamachar.com/news/national/bjp-bagged-70-percent-of-donations-received-by-parties-from-electoral-trusts-in-2022-23-adr-report#google_vignette
Date

સૌથી વધુ ભાજપને, બીજા નંબરે બીઆરએસને સૌથી વધુ મળ્યું ચૂંટણી ફંડ

ADR Electoral Bonds Report 2022-23 : એસોસિએશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR)એ વર્ષ 2022-23માં ઈલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા વિવિધ પક્ષોને મળેતા ફંડનો રિપોર્ટ જાહેર ક્યો છે, જેમાં સૌથી વધુ ફંડ ભાજપને મળ્યું છે. તમામ રાજકીય પક્ષોને મળેલા કુલ ફંડમાંથી 70 ટકા હિસ્સો ભાજપને મળ્યો છે. રિપોર્ટ મુજબ બીઆરએસને કુલ ડોનેશનમાંથી લગભગ 25 ટકા ફંડ મળ્યું છે. 2022-23 માટેના ઈલેક્ટોરલ ટ્રસ્ટના યોગદાન અહેવાલના વિશ્લેષણ મુજબ 39 કોર્પોરેટ અને બિઝનેસ ગૃહોએ ઈલેક્ટોરલ ટ્રસ્ટોને 363 કરોડ રૂપિયાથી વધુનું દાન આપ્યું છે.

કયા પક્ષને કેટલું મળ્યું ડોનેશન ?

  • ભાજપ - 259.08 કરોડ
  • ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) - 90 કરોડ
  • YRS કોંગ્રેસ, AAP અને કોંગ્રેસ (સામૂહિક રીતે) - 17.40 કરોડ

ઈલેક્ટોરલ બોન્ડ શું છે?

વાસ્તવમાં આ ચૂંટણી ફંડ આપવાની રીત છે. એટલે કે, જો તમે તમારા મનપસંદ રાજકીય પક્ષને ફંડ આપવા માંગતા હો, તો તમે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ફંડ આપી શકો છો. આ બોન્ડ માત્ર રાજકીય પક્ષો માટે જ જાહેર કરવામાં આવે છે. બોન્ડ ખરીદ્યા પછી, તમારે તેને રાજકીય પક્ષને આપવો પડશે, બોન્ડ ઇશ્યૂ થયાની તારીખથી માત્ર 15 દિવસ માટે માન્ય છે. એટલે કે 15 દિવસ પછી બોન્ડ રદ થઈ જશે. ઈલેક્ટોરલ બોન્ડ સ્ટેટ બેંકની શાખાઓમાંથી મેળવી શકાય છે. જેમાં રૂ. 1,000, 10 હજાર, 1 લાખ, 10 લાખ અને 1 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી શકાય છે.  કોઈપણ વ્યક્તિ, સમૂહ અથવા કંપની ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે છે.

વેચાણ કેવી રીતે થાય છે?

ઈલેક્ટોરલ બોન્ડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવે છે. એટલે કે જો તમે બોન્ડ ખરીદવા માંગતા હો, તો તમારે તેને SBI પાસેથી ખરીદવા પડશે. સૌથી નાનું બોન્ડ રૂ. 1,000 અને સૌથી મોટું રૂ. 1 કરોડનું છે. બોન્ડ ખરીદવાની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. ચૂંટણી દરમ્યાન ઈલેક્ટોરલ બોન્ડનું વેચાણ જબરદસ્ત વધી જાય છે અને રાજકીય પક્ષો માલામાલ બની જાય છે.

ચૂંટણી પંચની માન્યતા મેળવનાર રાજકીય પક્ષોને જ મળ છે ફંડ

હવે પ્રશ્ન થાય કે એવા ક્યાં રાજકીય પક્ષો છે જેને ચૂંટણી ફંડ મળતું નથી. માત્ર એવા જ રાજકીય પક્ષોને ચૂંટણી ફંડ આપવામાં આવે છે જેને ચૂંટણી પંચ દ્વારા માન્યતા મળી હોય એટલે કે પક્ષનું રજીસ્ટ્રેશન થયું હોય. આ સિવાય ચૂંટણી ફંડ મેળવનાર પક્ષનો વોટ શેર લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં 1 ટકા કે તેથી વધુ હોવો જોઈએ. ચૂંટણી ફંડ બાબતે સરળ નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં કોઈપણ વ્યક્તિ, સમૂહ કે કોર્પોરેટ કંપની તે ખરીદી શકે છે. રાજકીય પક્ષને બોન્ડ ઇસ્યુ થયાના 15 દિવસમાં જ તેને કેશ કરાવવાનો હોય છે. દરેક લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો, ખાસ કરીને સત્તામાં રહેલા પક્ષોને જંગી ફંડ મળે છે.