Skip to main content
Source
Gujarati Jagran
https://www.gujaratijagran.com/business/how-much-fund-did-26-regional-parties-including-aap-jdu-get-adr-report-revealed-120739
Author
Jignesh Trivedi
Date

ADR Report: ADRના એક રિપોર્ટ મુજબ 26 ક્ષેત્રીય પક્ષોને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 189.801 કરોડ રુપિયાના 5,100 ડોનેશન મળ્યું છે. જેમાં 20,000 રુપિયાથી ઓછું અને વધુ એમ બંને પ્રકારનો ફાળો છે. નાણાકીય વર્ષ 2021-22માં અન્નાદ્રમુક, બીજુ જનતાદળ, એનડીપીપી, એસડીએફ, એઆઈએફબી, પીએમકે અને જેકેએનસીને ફાળો શૂન્ય મળ્યો છે તેવી જાહેરાત કરી છે.

રિપોર્ટ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ક્ષેત્રીય રાજકીય પક્ષ દ્વારા જાહેર દાન પર કેન્દ્રિત છે. રિપોર્ટ આ પક્ષોના ચૂંટણી પંચને આપેલા આંકડાઓ પર આધારિત છે. સૌથી વધુ ફંડ TRSને મળ્યું છે. પાર્ટીને 14 ડોનેશનમાંથી 40.90 કરોડ રૂપિયા મળ્યું છે. જે બાદ આમ આદમી પાર્ટીનું સ્થાન છે, જેમણે 2,619 ડોનેશનથી 38.243 કરોડ રુપિયા મળ્યા હોવાની જાહેરાત કરાઈ છે. JDUને 33.257 કરોડ રુપિયા મળ્યા છે જે તમામ ક્ષેત્રીય પક્ષોમાં ત્રીજા સૌથી વધુ છે.

પાંચ ક્ષેત્રીય પક્ષોને મળ્યું 85.46 ટકા ડોનેશન

સપાને 29.795 કરોડ રુપિયા અને વાઈએસઆર કોંગ્રેસને 20.01 કરોડ રુપિયા મળ્યા હોવાની જાહેરાત કરી છે. ક્ષેત્રીય પક્ષોને મળેલી કુલ રકમના લગભગ 85.46 ટકા એટલે કે 162.21 કરોડ માત્ર ટોચના પાંચ ક્ષેત્રીય પક્ષોને મળ્યા છે. ADRએ 54 ક્ષેત્રીય દળોમાંથી 33નું વિશ્લેષણ કર્યું અને માત્ર 19ને નિર્ધારિત સમય અવધિમાં ચૂંટણી પંચને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. 14 અન્ય ક્ષેત્રીય પક્ષોએ પોતાની પ્રસ્તુતિમાં ન્યૂનતમ બે દિવસથી લઈને 109 દિવસ સુધીનો સમય લીધો છે.

નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન ક્ષેત્રીય પક્ષ દ્વારા જાહેર કુલ 189.801 કરોડ રુપિયાના રોકડા ફાળામાંથી 21 દાનથી 7.4 લાખ રુપિયા રોકડા પ્રાપ્ત થયા. આ પાર્ટીઓને મળેલા કુલ ડોનેસનના 0.039 ટકા છે. આઈયૂએમએલ દ્વારા રોકડમાં અધિકતમ દાન જાહેર થઈ જેને કુલ 5.55 લાખ રૂપિયા એકત્ર કર્યા જે બાદ કેસી-એમએ એક લાખ રૂપિયા, પીડીએફએ 80,000 રૂપિયા, પીપીએ દ્વારા 5000 રૂપિયા અને આપે 120 રુપિયા એકઠાં કર્યા છે.

આપને વિદેશથી મળ્યું 1 કરોડથી વધુનું ફંડ

તમામ રાજ્યોમાં તમિલનાડુના લોકોએ સૌથી વધુ 5.55 લાખ રુપિયા રોકડા ફાળો આપ્યો. જે બાદ અરુણાચલ પ્રદેશના લોકોએ કુલ 5000 રૂપિયા રોકડા ફાળો આપ્યો. કુલ 1.80 લાખ રૂપિયાના રોકડા દાનમાં મળ્યા જેનો ઉલ્લેખ જ નથી. ADRના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીને 20,000 રુપિયાથી વધુનું કુલ દાનના લગભગ 4.78 ટકા કે 1.828 કરોડ રુપિયા વિદેશથી મળ્યું છે.


abc