Skip to main content
Date

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ દેશમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની આવકમાં ગત એક વર્ષમાં 81 ટકાનો જંગી વધારો થયો છે.

વાર્ષિક ઑડિટ રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2015-16માં પાર્ટીની આવક 570 કરોડ રૂપિયા હતી. જે વધીને 2016-17માં 1034 કરોડ રૂપિયાએ પહોંચી હતી.

ભાજપની આવક અન્ય છ રાષ્ટ્રીય પાર્ટીની કુલ આવક કરતાં ડબલ હોવાનું સામે આવ્યું છે.

કોંગ્રેસની યુપીએ શાસનનાં પ્રથમ વર્ષ 2004-05ની આવકમાં 58 ટકાનો વધારો થયો હતો. જે યુપીએનાં અંતિમ વર્ષ 2013-14માં 39 ટકા સુધી પહોંચી હતી.

ભાજપની સાથે જ સાત જેટલા રાષ્ટ્રીય પક્ષોની આવક પણ આ ગાળામાં 51 ટકા વધી ગઈ છે.

નાણાકીય વર્ષ 2015-16માં કોંગ્રેસની 261 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે 2016-17માં તેની આવક માત્ર 225 કરોડ રૂપિયા થઈ હતી.


'ભગવાકરણ' પછી આંબેડકરની પ્રતિમાને ફરી બ્લુ રંગ


ફોટો લાઈનપ્રતીકાત્મક તસવીર

ઇન્ડિય એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ઉત્તરપ્રદેશના બદાયુ જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનો રંગ ભગવો કરી દેવામાં આવ્યો હતો.

ત્યાર પછી વિરોધ શરૂ થતા આંબેડકરની પ્રતિમાને ફરી બ્લુ રંગ લગાવી દેવાયો છે.

અહેવાલ મુજબ દલિત યુવક નરેશ પાલે ગત સાત એપ્રિલે આ પ્રતિમાને નુક્સાન પહોંચાડ્યું હતું.

બદાયુમાં બસપા નેતા હેમેન્દ્ર ગૌતમે આંબેડકરની પ્રતિમાને ફરી સ્થાપિત કરવાની કામગીરી કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

સોમવારે નવી પ્રતિમા બનાવવાની સાથે તેનો રંગ ભગવો કરી દેવાયો હતો. હેમેન્દ્ર ગૌતમે ફરી પ્રતિમાને બ્લુ રંગ કરી દીધો છે.

પ્રતિમામાં મોટાભાગે આંબેડકર ટ્રાઉઝર અને કોટમાં જોવા મળે છે. જેના સ્થાને આ પ્રતિમામાં તેઓ શેરવાનીમાં છે.


PSIને સિંઘમ ફિલ્મની સીડી આપો : કોર્ટ

નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ અનુસાર અમદાવાદમાં મેટ્રો કોર્ટે રિમાન્ડની સુનાવણી કરતા જણાવ્યું હતું કે પીએસઆઈને સિંઘમ ફિલ્મની સીડી આપો જેથી નિષ્ઠાવાન પોલીસ અધિકારી કઈ રીતે બનાય તે શીખે.

આવી ટકોર સાથે કોર્ટે આરોપીના રિમાન્ડ રદ કરી આરોપીને જામીન પર મુક્ત કરી દીધો હતો.

અમદાવાદ મેઘાણીનગર ખાતે રહેતા ચેતન શર્માના પિતાએ સ્થાનિક બુટલેગર્સ વિરુદ્ધ અભિયાન છેડી ધરણા કર્યાં હતાં.

આ દરમિયાન 20 ફેબ્રુઆરીના પોલીસે બાતમીને આધારે ચેતન શર્માના ધાબા પર આવેલી પાણીની ટાંકીમાંથી બિયર અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

જોકે તે સમયે ચેતનની આસપાસના વેપારીઓએ પોલીસ અધિકારીને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો બુટલેગરના કહેવાથી પોલીસે જ પ્લાન્ટ કરી રેડ કરી છે. પરંતુ તે સમયે કંઈ કાર્યવાહી ન થઈ.

બે દિવસ પહેલાં પોલીસે ચેતનની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો. કોર્ટે એવું પૂછ્યું કે, બે મહિના સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી?

ત્યારે પીએસઆઈ એસ.જે.દેસાઈએ જણાવ્યું હતું કે ઝોન-4 અધિકારીએ ના પાડી હતી.

ત્યારે કોર્ટે એવી ટકોર કરી હતી 'સિંઘમ ફિલ્મમાં ડીસીપી આરોપીને જવા દેવાનું કહે છે ત્યારે પોલીસ અધિકારી નીડર રહીને જવા દેતો નથી. તેવા અધિકારી બનો.'

તમે અમને ફેસબુકઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો