Skip to main content
Source
Chitralekha
https://chitralekha.com/news/national/bjd-the-second-richest-regional-party-saw-a-318-percent-increase-in-revenue/
Date
City
Bhubaneswar

BJD DMK પછી દેશની સૌથી બીજા ક્રમની શ્રીમંત પ્રાદેશિક પાર્ટી બની ગઈ છે. વર્ષ 2021-22માં વાર્ષિક આવકમાં આશરે 318 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021-22માં પ્રાદેશિક પાર્ટીએ રૂ. 307.28 કરોડની કમાણી કરી હતી, જે 2020-21માં રૂ. 73.34 કરોડ હતી. નાણાકીય વર્ષમાં આશરે રૂ. 28.63 કરોડના ખર્ચ પછી રૂ. 278.65 કરોડની વધારાની આવક થઈ હતી, એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો તાજો અહેવાલ કહે છે.  

વર્ષ 2020-21માં પાર્ટીની આવકમાં ઘટાડા પછી BJDએ રૂ. 233.94 કરોડની આવકમાં સૌથી વધારો થયો હતો, ત્યાર બાદ TRS અને DMKએ 2021-22માં ક્રમશઃ રૂ. 180.45 કરોડ અને રૂ. 168.79 કરોડના વધારાની જાહેરાત કરી હતી. 36 પ્રાદેશિક પક્ષોની રૂ. 1213.13 કરોડની કુલ આવકમાં BJDની આવકનો હિસ્સો 25.33 ટકા રહ્યો હતો, જે બીજા ક્રમે સૌથી વધુ હતો.

રાષ્ટ્રીય પક્ષોમાં તૃણમૂલ કોંગ્રેસે આવકમાં સૌથી વધુ 633 ટકાનો વધારો કર્યો હતો, જે રૂ. 74.41 કરોડથી વધીને રૂ. 545.74 કરોડ થઈ હતી. ખાસ કરીને ચૂંટણી બોન્ડના માધ્યમથી આવકમાં 96 ટકાનો વધારો થયો હતો, જ્યારે ભાજપની આવક રૂ. 752.33 કરોડથી 154 ટકા વધી રૂ. 1917.12 કરોડ થઈ હતી, જ્યારે કોંગ્રેસની આવક રૂ. 285.76 કરોડથી 89.4 ટકા વધીને રૂ. 285.76 કરોડ થઈ હતી.

જોકે વર્ષ 2019-20 અને 2020-21નાં નાણાકીય વર્ષોમાં પાર્ટીઓની આવકના તુલનાત્મક વિશ્લેષણથી માલૂમ પડે છે કે BJDની આવકમાં 19 ટકાનો ઘટાડો થયો હતો, જેમાં 2019-20માં રૂ. 90.35 કરોડથી ઘટીને 2020-21માં રૂ. 73.34 કરોડ થઈ હતી.



abc